શ્રી ગોપાલ પ્રભુ જયતે

શ્રી વંથલી સોરઠ માં શ્રી ગોપાલલાલજી મંદિરની સ્થાપના અહેવાલ

શ્રી મંદિર મકાન ના રજીસ્ટરમાં તારીખ ર૧–૦૩–૧૮૮પ માં લીધેલ છે ત્યારબાદ (પ) પાંચ વર્ષ બાંધકામમાં ગયા હશે. અંદાજે ૧૮૯૦ (૧રપ વર્ષ પહેલા) મંદિર માં ઠાકોરજીની સેવા કરવાની શરૂઆત કરી હશે.

મંદિરમાં ત્રણ ચિત્રજી તથા યમુના મહારાણીજી ની સેવા થાય છે.

  1. શ્રી ગોપાલલાલજી ના ચિત્રજી
  2. શ્રી ગોપેન્દ્રલાલજી ના ચિત્રજી
  3. શ્રી જમુનેશ મહાપ્રભુજી ના ચિત્રજી
  4. શ્રી યમુના મહારાણીજી ના ચિત્રજી

ઉપરોકત પ્રભુજી ત્થા શ્રી યમુના મહારાણીજી ની કાયમ સવારે ત્થા રાત્રે સેવા થાય છે. મુખ્યાજી બ્રાહમણ વૈષ્ણવ સેવા કરે છે. ઠાકોરજીના જારીજી જલ માટે મંદિર માં વાવ(કુવો) છે.

વંથલીમાં વર્ષોથી વાંઝા વૈષ્ણવો રહે છે. અંદાજે પ૦ થી ૬૦ ઘર હશે, દરેક ઘરના વૈષ્ણવ સવારે ત્થા રાત્રે મંદિરે દર્શન કરવા જાય છે. જયારથી મંદિરની શરૂઆત થઈ ત્યારથી સવારે ત્થા રાત્રે મગજની સામગ્રી બંને ટાઈમ ઠાકોર જીને ધરાવે છે મંદિરની શરૂઆત થી બપોરે રાજભોગ આવતા નથી, ગામના વૈષ્ણવો લીલો મેવો ત્થા સુકોમેવો મંદિરમાં ધરાવી જતા. ૬, ૧૦, ૧૪ ના રોજ અધિક સામગ્રી હોય છે. તીથિના દિવસે વૈષ્ણવો ત્થા મંદિરની સામગ્રી અધિક થાય છે.

ઠાકોરજીના ૩ ત્રણ જન્મોત્સવ વર્ષો થી બપોરે રાજભોગ આવે છે. જન્મોત્સવમાં દરેક વૈષ્ણવો ત્થા મહિલા સત્સંગ ઠાકોરજીના ગુણ ગાન ત્થા સમાજે બેસી કિર્તન ધોળ ગાય છે. જન્મોત્સવમાં ગામના વેષ્ણવો ધંધો, કામ–કાજ બંધ રાખે છે. અને ભેટ ભીયાળ પેઢીમાં મોકલી આપીએ છીએ. કારતક સુદ–૧ ના અન્નકુટ ઠાકોરજીને ધરાવીએ છીએ. અન્ન સામગ્રી બનાવવામાં વૈષ્ણવો ત્થા મહિલા સત્સંગ તન મન ધનથી રૂડી રીતે સેવા કરે છે. અન્નકુટનો પ્રસાદ ગામના દરેક ઘરે મોકલીએ છીએ. ત્યાં બહારગામના વૈષ્ણવોને અન્નકુટ રજીમાં નોંધેલ હોય તેને અંાગડીયા મારફત મોકલી આપીએ છીએ.

વંથલી માં ર ધ્વજબંધ મહા મંડપ થયા છે.

  1. ધ્વજબંધ મહા મંડપ વાંઝા ગોકળદાસ વસરામભાઈ ભરખડા જરીવાલા મુંબઈ વારાએ સ્ટેશન દરવાજા પાસે બાગમાં થયો હતો (૬પ વર્ષ પહેલા)
  2. ધ્વજબંધ મહા મંડપ વાંઝા (વાલજી નાનજી જેઠવા) ખીમજી વાલજી જેઠવા ત્થા ગોરધન વાલજી જેઠવા એ મેઘજી ગોપાલજી જેઠવાના સાથ સહકારથી સ્ટેશન રોડ મદ્રાસામાં થયો હતો. (૬૦ વર્ષ પહેલા)

મંદિરમાં હસ્ત લેખીત ર કિર્તન ત્થા ધોળપોથી છે બન્ને ધોળ પોથી વાંઝા જેઠાભાઈ વસ્તાભાઈ જેઠવા એ લખી છે.

  1. મોટી કિર્તન પોથી સવંત ૧૯૭૦ ચૈત્ર સુદ–૧૪ ને ગુરૂવારની છે ધોળ પોથીનંુ લેમીનેશન કરાવતા પોથી ના બે ભાગ થયા છે. વર્ષ ૧૦૩ થયા છે.
  2. નાની ધોળ પોથી સવંત ૧૯૯૬ ચૈત્ર વદ્ય–૬ ને શનિવારની છે.

ધોળપોથીનું લેમીનેશન કરાવતા પોથીના બે ભાગ થયા છે. વર્ષ ૭૭ થયા છે.

હાલમાં ગોપાલ યુવક મંડળ મોટી ઉંમરના વૈષ્ણવો પાસેથી માહિતી મેળવીને આપણા ધર્મની પ્રણાલીક મુજબ દરેક ધર્મ કાર્ય સેવાની ભાવાનાથી કરે છે. અને બહારગામ કિર્તન કરવા જાય છે. વંથલી મંદિરના દરેક વર્ષોના હિસાબો રજુ કરી ચોપડા ઓડીટ કરાવે છે. ટ્રસ્ટ રજી ના એ ૬૩૬ છે.

Meet Electricals

Latest News

Future Event

दो काम करना होगा – बाहरी स्वच्छता और भीतरी पवित्रता

विद्या में स्पर्धा अपराध है
भक्त को भगवान की जरूरत नहीं है, भगवान को भक्त की जरुरत है

सुख की सीमा जरूरी है

प्रसन्न रहने के लिए मौसम की जरूरत नहीं है मन की जरुरत है

भगवान सुख स्वरूप है तो उनके अंश होने के कारण हम भी सुख स्वरुप है