પંચમગૃહે પ્રભુશ્રી ગોપાલલાલની પ્રભુતા

શ્રીમદ વલ્લભાચાર્ય પુષ્ટિ સમુદાયમાં આ વલ્લભકુળના પ૩૬ વર્ષમાં અનેક મહાપ્રતાપી બાળકોએ વિદ્રતા–પ્રભુતાથી ઓપતા કેટલાક વંદનીય પ્રભુ સમાન સ્વરૂપોએ પ્રાગટય પ્રભુશ્રી ગોપાલલાલના (દાદાજી)નું નામ ઘણા આદરથી લેવામાં આવે છે.

શ્રી વલ્લભાચાર્યજીને બે બાળકો શ્રી ગોપેન્દ્રનાથજી અને ગુંસાઈજી. તેમાં ગુંસાઈજીને સાત બાળકો તે પૈકી પાંચમાં શ્રી રઘુનાથજી એટલેકે પાંચમી પીઠના અધિપતિ શ્રી રઘુનાથજી એટલા પ્રતાપી હતા કે ગુંસાઈજી તેને રામચંદ્રના નામથી સંબોધતા. જેમણે એક સમયે સોમયજ્ઞ પણ કર્યો હતો. તે શ્રી રઘુનાથજીને પાંચલાલજી અને એક બેટીજી મળી છ બાળકો હતા. તેમાં બીજા લાલ તે આપણાં પ્રભુશ્રી ગોપાલલાલજી. જેમનું પ્રાગટય સં. ૧૬૩૭ માં શ્રાવણ વદ – ૬ ના દિવસે શ્રીમદ ગોકુલમાં કુટરા મંદિર ખાતે થયું હતું. શ્રી ગુંસાઈજી વધામણાં આપવા પધારે છે અને પ્રભુશ્રી ગોપાલલાલના શ્રીમુખનું દર્શન કરી કહયું, ‘ગૌબ્રાહમણ પ્રતિપાલ પધાર્યા છે.’ ગોકુલમાં શ્રીનાથજીનો ‘કુનવાડો’ થયો. બાળલીલામાં અનેક લીલાઓ કરી સૌને આશ્રર્યચકિત કર્યા. સૌએ તેમના મુખારવિંદના ચૌદ લોકની લીલાનું અદભુત દર્શન કર્યુ. એક વખત તમામ લાલજી શ્રી ગુંસાઈજીની બેઠકમાં રમકડાં રમતા હતા. નવ માસની ઉંમરના પ્રભુશ્રી ગોપાલલાલમાં શ્રીનાથજીનાં દર્શન થયા.

પ્રભુશ્રી ગોપાલલાલ વિદ્રાન પિતાશ્રીના મહાન પ્રતાપી પુત્ર હોય તેઓ શ્રીની મેઘાશકિત પ્રબળ હોવાથી પાઠ તુરત જ કંઠસ્થ થઈ જતા. વેદ–વેદાતિક સર્વે શાસ્ત્રોમાં પ્રવીણતા પ્રાપ્ત કરી વ્યાકરણમાં પ્રખર નિપુણતા પ્રાપ્ત કરી. શ્રી ગોવિંદસ્વામી ૧૧ બાળકોની સાથે ઠકુરાણીઘાટ પધારે છે. ફુલાચાર પ્રમાણે સ્તુતિ કરી બધા બાળકો જળક્રીડા કરવા લાગ્યા. પ્રભુશ્રી ગોપાલલાલની વય ૯ વર્ષની હતી. તેઓ શ્રી ગોવિંદસ્વામીને ખેંચીને અગાધ જલમાં લઈ ગયા. શ્રી યમુનાજીનાં દર્શન કરાવ્યા. સોનાના મહેલમાં રત્નજડિત હિંડોળામાં શ્રીયમુનાજી બિરાજી રહયા છે. આમ આવાં અલૌકિક દર્શન કરાવી પ્રભતા સ્થાપિત કરાવી રહસ્યલીલાનાં દર્શનની વાત કરે છે. ત્યારથી ગોવિંદસ્વામીએ યમુનાજીના જલમાં પગ મુકયો ન હતો અને તેથી પ્રમુશ્રી ગોપાલલાલના સેવકો યમુનાજીનાં પગ મૂકતા નથી પણ તેનું પાન કરે છે. તે પછી એક વખત સૌને શ્રીનાથજીનાં દર્શન કરાવ્યાં. દ્રારકામાં શ્રી રણછોડજીની પ્રતિષ્ઠા કરી. પ્રભુશ્રી ગોપાલલાલનાં લગ્ન શ્રી સત્યભામાજી સાથે થયા. ર૦ વર્ષની ઉંમરે પ્રભુશ્રી સોરઠ પધારે છે. ભાગ્યશાળી જીવોને અંગીકાર કરે છે. બીજાપુરના નવાબ બખાન ખાન પ્રભુશ્રી ગોપાલલાલની કીર્તિ સાંભળી દર્શને જાય છે. વેધક વચનામૃતો સાંભળી સોના, હિરામાણેકના કડા ચરણે ધરે છે. પ્રભુશ્રી ગોપાલલાલ કહે છે કે, ‘ભેટની જરૂર નથી’. પણ જીવ હિંસાનો બોધ સાંભળી નવાબ પગમાં પડી ગયા. રાજયમાં ગૌહત્યા બંધ કરવા ખાત્રી આપે છે. આમ, ૪૦૦ વર્ષ પહેલાં પ્રભુશ્રી ગોપાલલાલને ગૌહત્યા અંગેનંુ મહત્વનું કાર્ય કર્યુ હતંુ. તે સમયના રોજની ૧રપ ગાયો કપાતી હતી. જે સંપૂર્ણપણે બંધ થઈ અને સાચા અર્થમાં ‘ગૌ પ્રતિપાલક’ બન્યા. પ્રભુશ્રી ગોપાલલાલજીની વિદૃતા,પ્રભુતા જોઈ જામસતાજીએ પણ રાજનું અભિમાન છોડી પ્રભુના શરણે ગયા હતા.

શ્રીમદ ગોકુલ સમાન સૌરાષ્ટ્રનું વ્રજ એટલે પ્રભુશ્રી ગોપેન્દ્રલાલ પ્રસ્થાપિત

જયારે જયારે આ પૃથ્વી પર અધર્મ વધ્યો, ત્યારે ત્યારે પ્રભુએ અવતાર ધારણ કરી અધર્મનો નાશ કર્યો છે. જગત પર નાસ્તિકતા, અધર્મ, સ્વેચ્છાચાર અને પાખંડનું મોજું ફરી વળ્યું, સત્ય, ધર્મ, ન્યાય, નીતી, પ્રેમને કયાંય સ્થાન રહયું નથી. આવા સમયે શુધ્ધદૈત, પુષ્ટિમાર્ગ, સનાતન વૈદિક ધર્મની સ્થાપના અર્થે ઉપરની ઉકિત મુજબ અખંડ ભૂમડલાચાર્ય શ્રી વલ્લભાચાર્યજીનું ભૂતલ ઉપર પ્રાગટય થયું. અનેક બાળલીલા દ્રારા ભકતોના મનોરથ પૂર્ણ કર્યો. અનેક પાખંડોનું ખંડન કરી સાચો રસ્તો બતાવ્યો. હવે, પ્રભુશ્રી ગોપાલલાલના લાલ પ્રભુશ્રી ગોપેન્દ્રલાલ વિશે આગળ વધીએ.

ગોચારણ, ગોપેન્દ્ર રાસ, ગોપેન્દ્ર સમાડણ, ગીરધારી, ગોપેન્દ્ર વિભાડણ, ગોકુલપતિ, ગોપેન્દ્ર કાલીન્દ્રો, ગોપેન્દ્ર કઢણ ગોરસ પિયણ, ગોપેન્દ્ર ચરિત્રય બહુ, ગોપેન્દ્ર ચઢણ, વાસુદેવ દેવકી જનમ વશ મન જશોદાનંદન, મોસીયા કલીયુગ જીવ ઓધાર કાજે, શ્રી ગોપાલ ગુહે પોસીયા. સત્યભામાજીના કુંખે પ્રભુશ્રી ગોપેન્દ્રજીનું પ્રાગટય સંવત ૧૬૭૮ ના ભાદરવા વદી – ૧૪ ને મંગળવાર મધા નક્ષત્રમાં સૂર્યોદય સવાઘડીએ શ્રીમદ ગોકુલમાં થયું હતું.

પ્રભુતાઃ
એક દિવસ સત્યભામાજીએ પ્રભુશ્રી ગોપેન્દ્રલાલને ખેલવા માટે મૂલ્યવાન સાચા મોતીનો હાર આપેલ, આપશ્રી હારનું નિરીક્ષણ કરતા કૃષ્ણા અવતારની લીલા સાંભરી આવી અને પુનઃ લીલા કરવાની ઈચ્છા થઈ, લાલના હાથમાં હાર ન જોતા માતાજીએ પૂછયું લાલન મોતીનો હાર કયાં ગયો? જવાબમાં અમ્મા એ હારના મોતી મે મણીકોઠામાં વાવ્યા છે. અમ્માએ કહયું કે મોતી તો કાંઈ વવાતા હશે ખરા? હું અં વાવતા આવડવું જોઈએ. સવારે જો જે ને ૧ સવારે ઉઠીને માતાજી અને લાલ મણીકોઠા પાસે ગયા, અને જોયું તો એક જગમગાટ કરતી વેલ નીકળી અને તેમાં અંાબળા જેવડા તેજસ્વી મોતીના ગુચ્છા પરમ શૌભાયમાન લાગે છે.

(બાળલીલા) એક દિવસ ગોકુળનાથજી અને પ્રભુશ્રી ગોપાલલાલજી શ્રીનાથજીના મંદિરે જવા નીકળ્યા. તેઓની સાથે ખવાસ હતો અને ખવાસની ગોદમાં પ્રભુશ્રી લાલબાવા સુખાળા થયા હતા. ખવાસે વિનયપૂર્વક પૂછયું પ્રભુ કહેવાય છે કે ગીરીરાજ નવનિત સમાન કોમળ છે તો અત્યારે તેવા દર્શન કેમ થતા નથી? હજી પ્રશ્ન પુરો થયો ન થયો ત્યાં તો પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી જાગી ગયા અને ખવાસની ગોદમાંથી ઓચીંતો ઠેકડો માર્યો, ખવાસની દ્રષ્ટિએ કઠોર લાગતા ગીરીરાજની શીલામાં આપશ્રીના બંને ચરણાંવીંદ ઘુંટી સુધી ખુંચી ગયા, ઠેકડો મારવાથી નવનિતના છાંટા ઉડયા અને આજે પણ વૈષ્ણવો ગીરીરાજ ઉપર ચારણાવીંદના દર્શન કરી, ભોગ ધરી પાવન થાય છે.

વિભાજી તમારા જેવા વૈષ્ણવ રાજવીના રાજમાં એક વૈષ્ણવ કારાવાસથી દુઃખ ભોગવે છે તે તો ઘણું જ અનુચિત કહેવાય, રાજા પરિસ્થિતિ સમજી ગયા. કેદીઓને ઉભા રાખવાની મુક સુચના આપી. પ્રભુ આ બહોરાએ તો માળાનો ફંદ કર્યો છે. એ કોઈ વૈષ્ણવ નથી, રાજાએ ખુલાસો કર્યો. ભગવત સંજ્ઞા અને સંબંધવાળી માળા તો તેણે પહેરી છે તો તે વૈષ્ણવ કેમ ન હોય? તેણે કોનો આશ્રય લીધો છે? પ્રભુશ્રીનો જે આશ્રય લે છે તેનો જન્મોજન્મનંુ બંધન સંસારનું કેદખાનું દૂર થાય છે. તો પછી આને કારાવાસમાંથી મુકિત કેમ ન મળે? તરત જ રાજાએ બોહરાને બંધન મુકત કર્યો. બોહરાએ રાજાને જય ગોપાલ કરી પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજીના ચરણવિંદમાં દંડવત કરી ખમ્મા બીરદધારી. બહાનાની પ્રત રાખી હવે સાચો વૈષ્ણવ કરો. પ્રભુએ બોહરાને માળાનો મહિમા બતાવ્યો અને તેના ઉપર વિશેષ અનુગ્રહ કરી તેનો અંગીકાર કર્યો.

પુષ્ટિ માર્ગના પ્રણેતા શ્રી યમુના મહારાણીજી

શ્રી યમુનાજીનો પ્રાગટય દિવસ ચૈત્ર સુદ ૬ ગુરૂવાર શ્રી યમુનાજી પુષ્ટિમાર્ગનાં પ્રણેતા તેઓશ્રીના દ્રારા પુષ્ટિ માર્ગ પ્રગટ થયો છે. ભગવાન પણ મર્યાદા માર્ગીય હતા. પણ યમુનાજીના સંગથી તેઓ પુષ્ટિ માર્ગીય બન્યા. સમગ્ર વ્રજ જે ભગવાનની બાળપણની લીલાનું ધામ છે. તે શ્રી યમુનાજીની પૂર્વ પશ્રિમ દિશામાં ફેલાયેલા છે. ભગવાનની લીલાનાં સ્થળો મોટે ભાટે યમુનાજીનાં કિનારે સમીપે આવેલા છે.

શ્રી ઠાકોરજીને યમુનાજી સૌથી અધિક પ્રિય હતા. યમુનાજીને પણ શ્રી ઠાકોરજી પ્રત્યે અનહદ પ્રેમ હતો. શ્રી વલ્લભ મહાપ્રભુને યમુનાજીનાં દર્શન શ્રાવણ સુદ ૩ સંવત ૧પ૪૯ ના ગોકુલમાં થયા. એ વખતે શ્રી મહાપ્રભુજીને દ્રિધા ઉભી થઈ હતી કે ગોવિંદ ઘાટ કઈ જગ્યાએ છે? અને તે ઠકુરાણી ઘાટ કઈ જગ્યાએ છે? તેઓએ આ પ્રશ્ન તેમનાં સેવક દામોદરને પૂછયો પણ તે તરત જ રત્ન ઝડીત આભૂણોથી શિંગાર ધરેલ એક યુવતી ત્યાં આવ્યા અને મહાપ્રભુજીને ગોવિંદ ઘાટ અને ઠકુરાણી ઘાટ કયાં હતા તે બતાવ્યા. આ યુવતી શ્રી યમુના મહારાણીજી હતા. શ્રી વલ્લભે યમુનાજીની સ્તુતી કરી અને યમુનાજી બોલ્યા તમે જેને બ્રહમ સંબંધ આપશો તે જીવનો હું ઉદ્રાર કરીશ અને શ્રી યમુનાજી અંતઃધ્યાન થઈ ગયા.

મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગના જુદા–જુદા પાયાઓનું વિવરણ કરતા તેમાં પ્રથમ તો તેઓ શ્રી એ યમુનાજીની સ્તુતી અને શ્રી યમુનાજી અષ્ટકની રચના કરી. આમ, મહાપ્રમુજી પણ ઠાકોરજીનાં પ્રિય શ્રી યમુનાજીની સ્તુતી કર્યા પછી તેઓનું ચિંતન કાર્ય શરૂ કરતાં શ્રી યમુનાજી સકલ બ્રહમાંડની બધી સિધ્ધીઓને આપનારા તેમનાં દર્શન સ્પર્શ માત્રથી પુષ્ટિ જીવ (તૃષ્ટ) થાય છે. શ્રી યમુનાજીનો જલ પ્રવાહ એ ભૌતિક જલ પ્રવાહ નથી, પણ શ્રી શ્યામ સુંદરનાં પટરાણી યમુનાજીનું એ સ્વરૂપ છે.

શ્રી યમુનાજીએ ભૂતલ પર પધારી ભકતોને પણ લઈને ભગવાનનાં ભકતો પ્રત્યે પ્રેમ વધાર્યા અને સ્વયં ભગવદ ભકતોની વચ્ચે ભૂતલ પર પધારીને ભકતો સાથે લીલા વિહારમાં તલ્લીન થઈ ગયા. આ રીતે ભગવાન મુકિત આપનારમાંથી પુષ્ટિ માર્ગય બની ગયા.

શ્રી યમુનાજીની સ્તુતી દેવો કરે છે. એટલે વ્રજનાં વૈષ્ણવો સદાય શ્રી યમુનાજીની આસપાસ ફરતા જોવામાં આવે છે. પ્રયાગમાં ગંગાજી અને યમુનાજીનું મિલન થાય છે.

શ્રી યમુનાજી પ્રભુ સ્મરણ અને પ્રભુ મેળાપ કરાવી આપે છે. આપણને જે વસ્તુની જરૂર પડે તે વિના માગ્યે હાજર કરી દે છે. તેમણે તો ઠાકોરજીનાં ભકત સાથ મિલાપ કરી આપવાનો સમગ્ર ભાર પોતાના માથે જ રાખ્યો છે. તેમજ સકલ સિધ્ધીઓનું દાન કરનાર લીલામાં સંબંધ કરાવનાર પ્રભુમાં પ્રેમ કરાવનાર શ્રી યમુનાજીને નિષ્ક્રીય ભાવે અને શુધ્ધ હદયથી સ્મરણ કરવું જોઈએ. ખરેખર શ્રી યુનાજી નાહિ કોઈ દાતા જગતમાં મુખ્ય બે પ્રેમ છે. એક માતૃ અને બીજો ભગીની પ્રેમ. માતા પોતાના બાળકોને પ્રત્યે અપાર વાત્સલ્ય વરસાદ નિઃસ્વાર્થ પ્રેમથી બાળકોનો ઉછેર કરે છે. તેવી રીતે બહેન પણ પોતાના ભાઈઓ પ્રત્યે અત્યંત લાગણી દર્શાવી અવાર નવારતેની ખબર અંતર પૂછીને સંભાળ રાખે છે. આવો છે, અજોડ અનન્ય અદભુત ભગીની પ્રેમ ભાઈબીજ તેની સાક્ષી પૂરે છે.

વલ્લભકુલ ભુષણ શ્રી જમુનેશ મહાપ્રભુજી (શ્રી જમુનેશ બેટીજી)

જગદગુરૂ શ્રીમદ વલ્લભાચાર્ય એટલે કે પુષ્ટિ સંપ્રદાયમાં પર૮ વર્ષોમાં અનેક પ્રતાપી બાલકો તેમાં બાવાશ્રીઓ વહુજી–બેટીજીઓના પણ વિધતા – પ્રભુતાથી ઓપતા કેટલાક વંદનીય પ્રભુ સમાન સ્વરૂપોએ પ્રાગટય લઈ પુષ્ટિમાર્ગને ગૌરવ પ્રદાન કર્યુ છે. અને તેમાંય આજથી ૩૪૬ વર્ષ પહેલા એક બેટીજી (પુત્રી) સંપ્રદાયનું સુકાન સંભાળે તે ક્રાંતિના પથદર્શન એવા શ્રીજમુનેશ બેટીજીના જીવન ઉપર પ્રકાશ પાડેલ છે.

શ્રીમદ વલ્લભચાર્યજી (શ્રી મહાપ્રભુજી) ના બે બાલકો શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠૃલાનાથજી (શ્રી ગુંસાઈજી) તેમાં શ્રી વિઠૃલેશ પ્રભુચરણ શ્રી ગુંસાઈજીના સાત બાલકોમાં પાંચમાં લાલ (પુત્ર) શ્રી રઘુનાથજી આ તકે જણાવવું જરૂરી કે શ્રીગુંસાઈજી શ્રી રઘુનાથજીને રામચંદ્ર નામથી સંબોધતા. જેમણે એક સોમયજ્ઞ કર્યો હતો. શ્રી શ્રી રઘુનાથજીને શ્રી જાનકીજી વહુજીથી પાંચ લાલજી અને એક બેટીજી મળી છ સંતાનો થયા હતા. તેમાં બીજા લાલજી (પુત્ર) પ્રભુશ્રી ગોપાલલાલ આજે દેશભરમાં પુષ્ટિસંપ્રદાયની શ્રી ગોપાલશાખાના લાખો સેવકો છે. પ્રભુશ્રી ગોપાલલાલજીને ત્રણ લાલજી (પુત્રો) શ્રી ગોકુલચંદ્રજી, પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી અને લક્ષ્મણજી તેમાં પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજીએ પ્રભુશ્રી ગોપાલલાલજીના કાર્યને આગળ ધપાવ્યું અને સૌરાષ્ટ્ર – ગુજરાત રાજસ્થાનનો પ્રદેશ કરી અનેક રાજા–મહારાજાઓ સમેત સામાન્ય જન સમાજના અનેક સેવકો બન્યા. ડુંગરપુર (રાજ.) ના મહારાજા જસવંતસિંહજીએ વિશાળ મહેલ બનાવી આપ્યો. જે આજે પણ હયાત છે. ૧૦ વર્ષ પહેલા (સંવત ર૦૬ર) તે સ્થળે શ્રી ધ્વજબંધ મહામંડપનું આયોજન થયું હતંુ. પ્રભુશ્રી ગોપેન્દ્રલાલ પ્રસ્થાપિત શ્રી લાલવડરાય મંદિર જૂનાગઢ પાસે ભિયાળ ખાતે સૌરાષ્ટ્રના વ્રજ સમું યાત્રાધામ છે. એવા રાસવિહારી પ્રભુશ્રી ગોપેન્દ્રલાલના ગૃહે શ્રી રૂકમણી માતાજીના કુંખે (શ્રી જમુનેશબેટીજી) શ્રી જમુનેશ મહાપ્રભુનો જન્મ ૧૭ર૬ જેઠ વદી ૧૦ ને રવિવાર ના રોજ શ્રીમદ ગોકુલમાં થયો હતો. માતા પિતાને ” સાત કુંવર સમા એક સુતા” જમુનેશબેટીજી સાત પુત્ર સમાન પ્રિય હતા.